મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉલટી ગંગા! / નિકોલ PI કે.ડી.જાટ સામે આક્ષેપ કરનાર બે PSIની બદલી કરી દેવાઈ

અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી.જાટ સામે પોલીસ સ્ટેશનના જ બે PSIએ માનસિક ત્રાસ અને અપમા

ઉલટી ગંગા! / નિકોલ PI કે.ડી.જાટ સામે આક્ષેપ કરનાર બે PSIની બદલી કરી દેવાઈ

અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી.જાટ સામે પોલીસ સ્ટેશનના જ બે PSIએ માનસિક ત્રાસ અને અપમાનજનક વર્તનના આક્ષેપ કર્યા હતા. એક PSIએ શહેર પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી કહ્યું હતું કે PI કે.ડી.જાટના માનસિક ત્રાસને કારણે આપઘાત કરી લેવાના વિચાર આવે છે. PI કે.ડી.જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.   જો કે આ સમગ્ર મામલે PI જાટ સામે પગલાં લેવાના બદલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આક્ષેપ કરનાર બે PSIની જ બદલી કરી દેતા ઉલટી ગંગા જેવો ઘાટ ઘડાયો છે.  

PI કે.ડી.જાટ સામે આક્ષેપ કરનાર નિકોલ પોલીસ સ્ટેશનના PSI જે.બી. શિયાળની સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન અને PSI આર.ઓ. યાદવની સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી દેવામાં આવી છે. 

બે PSIએ PI કે.ડી. જાટ વિરુદ્ધ કરી હતી અરજી

નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI  જે.બી શિયાળે શહેર પોલીસ કમિશનર તથા ગૃહ રાજ્યમંત્રીને લેખિત અરજી કરી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નિકોલ પોલીસ સ્ટેશનના  PI કે.ડી. જાટ વારંવાર ચોક્કસ PSIને જ બંદોબસ્ત ફાળવે છે. ઉપરાંત જયારે કોઇપણ વિષયને લઈને રજૂઆત કરવા જાય ત્યારે  PI જાટ અપશબ્દોનો પ્રયોગ કરીને અપમાનિત કરીને કાઢી મુકે છે. 

ઉપરાંત એક વર્ષ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશનના સાતથી આઠ પોલીસકર્મીઓએ પણ PI જાટના ગેરવર્તન અને ત્રાસથી કંટાળીને બદલી કરાવી લીધી હતી. PI જાટ અવાર નવાર ચોકીઓ બદલી નાખીને યોગ્ય રીતે નોકરી પણ ન કરવા દેતા હોવાનો આક્ષેપ કરાયો છે. 

શનિવાર રાત્રે રાજેશ યાદવ નામના PSIએ  પણ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ફરિયાદ કરી હતી કે PI કે.ડી. જાટના ત્રાસથી કંટાળી ગયો છું વારંવાર અભદ્ર શબ્દોનો પ્રયોગ કરીને અપમાનિત કરે છે. જેથી માનસિક તણાવ અનુભવું છું અને કંટાળી ગયો છું.

બે PSIએ કરેલા આક્ષેપોને લઇને હવે H  ડિવિઝન એસીપીએ તપાસ શરૂ કરી છે. ત્યારે બે દિવસમાં તપાસ પૂર્ણ કરવાની બાંયધરી આપનાર અધિકારીઓ આ PI કે.ડી. જાટ કે જેમની પર અગાઉ અનેક આક્ષેપો થયા હતા તેમને બચાવી લે છે કે કડક સજા કરે છે તે સવાલ પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યો છે.

આ સમાચાર શેર કરો