મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Arvalli news: ભેસાવાડામાં વીજ પોલના તારના સંપર્કમાં આવવાથી બે શખ્સો જીવતા ભડથું

ગુજરાતના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણ

Arvalli news: ભેસાવાડામાં વીજ પોલના તારના સંપર્કમાં આવવાથી બે શખ્સો જીવતા ભડથું

ગુજરાતના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  અરવલ્લીના ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામમાં ગંભીર બનાવ બન્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  ગામના સાકરી પૂલ નજીક વીજ પોલના જીવંત તારના સંપર્કમાં આવવાથી બે અજાણ્યા શખ્સોના ઘટનાસ્થળે જ કરંટ લાગવાથી મોત નીપજ્યા છે.

 સ્થાનિકોમાં ચર્ચા છે કે આ મૃતકો ચોરીના ઇરાદે આવ્યા હતા

આ બંને શખ્સો છોટા હાથી વાહન લઈને આવ્યા હતા. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ મૃતકો ચોરીના ઇરાદે આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે  પોલીસે આ બંને મૃતકોની ઓળખ કરવા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે, અને  બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.

આ સમાચાર શેર કરો