મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: હારીજ પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ

રાજ્યમાં ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પોલીસ ચાઈનીઝ દોરી મામલે સખ

પાટણ: હારીજ પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ

રાજ્યમાં ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.  ત્યારે પોલીસ ચાઈનીઝ દોરી મામલે સખ્ત વલણ અપનાવી રહી છે. આ વચ્ચે પાટણના હારીજ પાસેથી ચાઈનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો. પાટણ SOG ને બાતમી મળી હતી કે હારીજ ચાર રસ્તા પાસે એક શંકાસ્પદ કારમાં  પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો છે.

કારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો કર્યો જપ્ત

પોલીસે બાતમીના આધારે કારમાં તપાસ કરી હતી. તપાસમાં ચાઈનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: વિંછીયા: ઘનશ્યામ રાજપરાની હત્યાનો મુખ્ય સુત્રધાર સાયલાથી ઝડપાયો, 4 આરોપીઓની અગાઉ થઈ ગઈ છે ધરપકડ

ચાઈનીઝ દોરી સાથે બે શખ્સોની ધરપકડ

પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે આ જથ્થો તેઓ કોને આપવા આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ સમાચાર શેર કરો