રાજકોટ: રૂપિયા આપ નહીંતર કેસમાં ફસાવી દઈશ, પોલીસની ઓળખ આપીને યુવાનને બે શખ્સોએ લૂંટ્યો
રાજ્યમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે. રાજકોટમાં નકલી પોલીસનો આતંક જોવા મળ્યો છે. મળતા અહેવાલ પ્રમ

રાજ્યમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે. રાજકોટમાં નકલી પોલીસનો આતંક જોવા મળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના અમૂલ સર્કલ પાસે બાઈક ચાલક પાસેથી રૂપિયા 23 હજાર પડાવ્યાની ફરિયાદ સામે આવી છે. બે શખ્સોએ એક બાઈક ચાલકને રોક્યો હતો અને પોલીસની ઓળખ આપીને કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.
ધમકી આપીને કેસ ના કરવો હોય તો રૂપિયા આપવા પડશે
ધમકી આપીને કેસ ના કરવો હોય તો રૂપિયા આપવા પડશે. અને યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા હતા. યુવાને તાત્કિલકના ધોરણે થોરાળા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ પણ વાંચો: આણંદ: મહિસાગર નદીમાં માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો, બોટ પલ્ટાઈ જતા 3ના મોત
પોલીસની ઓળખ આપીને યુવાનને લૂંટ્યો
પોલીસે CCTVના આધારે બન્ને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ બન્ને શખ્સોએ પોલીસની ઓળખ આપીને યુવાનને લૂંટ્યો હતો.






