મહેસાણા: અમરાપરા પાસે ટ્રેનની ટક્કરથી બે ભાઈના મોત, પરિવારમાં શોકનો માહોલ છવાયો
મહેસાણામાં આવેલા અમરાપરા રેલવે ફાટક પાસે ટ્રેનની ટક્કરથી બે કિશોરોના મોત નિપજ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસની

મહેસાણામાં આવેલા અમરાપરા રેલવે ફાટક પાસે ટ્રેનની ટક્કરથી બે કિશોરોના મોત નિપજ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હેસાણા શહેરમાં વિસનગર લિંક રોડ પર આવેલા શિવમ હેરિટેજમાં રહેતા દિવ્ય અને તરુણ પરમાર નામના બે કિશોર મોડી રાત્રે અમરાપરા રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રેનની ટક્કર વાગતા બન્ને કિશોરના કરૂણ મોત થયા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં ગેન્ગવોર: ચાંદખેડામાં જાહેર રોડ પર ખેલાયો ખુની ખેલ, એક યુવકનું મોત
પોલીસે તપાસ હાથ ધરી
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. કિશોરોના મૃતદેહને મહેસાણા સિવિલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હાલ તો બંને કુટુંબિક ભાઈના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.






