મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના ઓવરબ્રિજ પર મોપેડ પર સ્ટન્ટ કરતા બે ઝડપાયા, લોકોની જિંદગી જોખમમાં મૂકનારને પકડાવાયા કાન

સુરતના સોશીયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમા ત્રણ ઇસમો એક્ટીવા મોપેડ લઇ ભાઠેના આંજણા બ્રીજ ઉપર

સુરતના ઓવરબ્રિજ પર મોપેડ પર સ્ટન્ટ કરતા બે ઝડપાયા, લોકોની જિંદગી જોખમમાં મૂકનારને પકડાવાયા કાન

સુરતના સોશીયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમા ત્રણ ઇસમો એક્ટીવા મોપેડ લઇ ભાઠેના આંજણા બ્રીજ ઉપર ગફલત ભરી રીતે અને લોકોની જીંદગી જોખમાય તે રીતે સર્પાકાર એક્ટીવા મોપેડ ચલાવી જતા હોવાનો વીડીયો સોસીયલ મિડીયામાં વાઇરલ થયો હતો.

ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

વિડીયોમાં દેખાતા ઇસમોને શોધી કાઢવા સારૂ જરૂરી સુચના આપી હતી. જે આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ વીડીયો આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. બે આરોપી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી તેઓના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓના નામ 

અલ્તાફ નસીબખાન 
સાજીદખાન આરીફખાન 

આ સમાચાર શેર કરો