મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રક્ષાબંધનનો તહેવાર માતમમાં ફેરવાયો, દાહોદના વરોડ ટોલનાકા જોડે અકસ્માતમાં 2 સગા ભાઈઓનાં મોત

દાહોદના વરોડ ટોલનાકા જોડે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફોર વ્હીલર ગાડી અને મો

રક્ષાબંધનનો તહેવાર માતમમાં ફેરવાયો, દાહોદના વરોડ ટોલનાકા જોડે અકસ્માતમાં 2 સગા ભાઈઓનાં મોત

દાહોદના વરોડ ટોલનાકા જોડે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફોર વ્હીલર ગાડી અને મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ મોટર સાયકલ પર સવાર 2 સગા ભાઈઓનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

2 સગા ભાઈઓનાં ઘટનાસ્થળે જ મોત થઇ જતા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. જો કે ફોર વ્હીલર ગાડીનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. એક જ પરિવારના 2 દીકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઇ છે

આ સમાચાર શેર કરો