મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં NCPના બે ફાંટા, પ્રમુખ સહિત નવા સંગઠનની જાહેરાત
મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ NCP (એનસીપી)ના બે ફાંટા જોવા મળ્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં અજીત પવાર ગ્રુપ સક્રિય નહોતું પર

મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ NCP (એનસીપી)ના બે ફાંટા જોવા મળ્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં અજીત પવાર ગ્રુપ સક્રિય નહોતું પરંતુ હવે અજીત પવારની એનસીપીએ ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી એનસીપીના જયંત બોસ્કી હતા. પરંતુ હવે જયંત બોસ્કી (પટેલ) ગ્રુપ શરદ પવાર ગ્રુપ તરીકે ગુજરાતમાં ઓળખાશે.
આ પણ વાંચોઃ અદાણી-સંભલ મુદ્દે સંસદના બંને ગૃહમાં બબાલ, રાહુલ ગાંધીએ કરી આ માંગ
ગુજરાતમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં NCP અજીત પવાર ગ્રૂપ સક્રિય બન્યું છે. અજીત પવારે NCPના ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી કરી છે. તેમણે પ્રમુખ બન્યા બાદ ગુજરાતમાં નવું સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી, શહેર પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાતમાં આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં NCP ઝંપલાવશે. ગુજરાતમાં ગઠબંધન વગર એકલા હાથે NCP જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. NCP જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નશાબંધી , યુવાઓ, ખેડૂતોના પ્રશ્નો પ્રજા વચ્ચે લઈને જશે. જયંત બૉસ્કી દ્વારા હજુ સુધી શરદ પવાર ગ્રુપની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.






