અંકલેશ્વરમાં 15 લાખથી વધુના શંકાસ્પદ કોપર વાયરના જથ્થા સાથે બેની ધરપકડ
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા શંકાસ્પદ કોપરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં બ

અંકલેશ્વરમાં પોલીસ દ્વારા શંકાસ્પદ કોપરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં બોલેરો પીકઅપમાં ભરેલા શંકાસ્પદ કોપરના કેબલ સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આ મામલે કુલ 17.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં એશીયન પેઇન્ટ્સ ચોક્ડી જીઆઇડીસી પોલીસે બોલેરો પીકઅપમાંથી રૂ.15 લાખ 12 હજારના કોપર વાયરના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી છે. તેમ બોલેરો પીકઅપ મળી રૂપિયા 17 લાખ 14 હજારો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે માહિતીને આધારે એશિયન પેઇન્ટ્સ ચોકડી પર પોલીસે વોચ ગોઠવી હતી, અને શંકાસ્પદ બોલેરો પીકઅપ આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા અંદરથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટેમ્પોમાં સવાર દિપક ઈશ્વરજી ઠાકોર અને વિશાલ રમેશભાઈ પટણી પાસે કોપરના જથ્થાનું બિલ સહિતના પુરાવા માંગતા તેઓ પોલીસને યોગ્ય જવાબ આપી શક્ય નહોતા. જેથી બંનેની ધડપકડ કરી રૂપિયા 15 લાખ 12 હજારનો કોપર વાયરનો જથ્થો અને 2 લાખની બોલેરો પીકઅપ તેમજ મોબાઈલ મળીને, કુલ રૂપિયા 17 લાખ 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






