મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માળીયાહાટીના અને ગીર પંથકમાં અઢી ઈંચ વરસાદ: ખેડૂતોમાં આનંદ

માળીયાહાટીના સહિત ગીર પંથકના જલંધર, અમરાપુર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં

માળીયાહાટીના સહિત ગીર પંથકના જલંધર, અમરાપુર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અહીં આજે અઢી ઇંચ જેટલો વાવણીલાયક વરસાદ ખાબક્યો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસેલા આ વરસાદથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને સ્થાનિક વોંકળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. આ વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખરીફ પાક માટે નવી આશા જાગી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી છે.

આ સમાચાર શેર કરો