મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: માળીયાહાટીના તાલુકાના પાણીધ્રા ગામના લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા, તંત્ર સામે ભારે રોષ

જુનાગઢ જિલ્લામાં માળીયાહાટીના તાલુકાના પાણીધ્રા ગામ આવેલું છે, કહેવત

Junagadh news: માળીયાહાટીના તાલુકાના પાણીધ્રા ગામના લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા,  તંત્ર સામે ભારે રોષ

જુનાગઢ જિલ્લામાં માળીયાહાટીના તાલુકાના પાણીધ્રા ગામ આવેલું છે,  કહેવત છે કે વર્ષો પહેલાં અહીં પાણીનાં ધરા હોવાથી આ ગામનું નામ પાણીધ્રા કહેવાય પરંતુ હાલ પાણીધ્રા ગામેજ પીવાનાં પાણી માટે ગામલોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.સરકારની નલસે જલ યોજનાઓ બનાવી પરંતુ આ નલસે જલ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે.

પીવાલાયક પાણી જ નથી મળી રહ્યું

ઉનાળાની શરૂઆત થતાંની સાથેજ પાણીનો પોકાર ઉઠ્યો છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે જે પાણી આવે છે તે ખારું છે. અને  આ પાણી પી શકાય એવું છે જ નહીં, સ્નાન કરીએ તો સમગ્ર શરીર પર ખંજવાળ શરૂ થઈ જાય છે. 

 સરકારની નલ સે જલ યોજના ફક્ત કાગળ પર

જ્યારે ગામલોકો વાડીઓમાંથી પાણી ભરીને પીવા મજબૂર બન્યા છે પરંતુ વાડી વિસ્તારમાં પાણીની વધારે અછત સર્જાશે  ત્યારે પીવાના પાણી માટે  લોકો  શું કરશે તેના  અનેક સવાલો ઉભા થયા છે. પાણી આપવાની વાતો કરતી આ સરકારનાં ખબર નહીં હોય કે ગ્રાઉન્ડ પર શું પાણી મળેછે કે માત્ર કાગળ ઉપર પાણી મળી રહે. સરકારની નલ સે જલ યોજના, જે દરેક ઘરમાં નળ મારફતે પાણી પહોંચાડવાનો દાવો કરે છે, તે અહીં માત્ર કાગળ પર જ દેખાય છે. 

આ સમાચાર શેર કરો