સુરત/ ઉધના રેલવે સ્ટેશન પર બેસવા બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરનાર બે ઝડપાયા
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર સાત વર્ષ અગાઉ થયેલી હત્યામાં બે આરોપીઓને ઝડપી લેવામાં આ

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર સાત વર્ષ અગાઉ થયેલી હત્યામાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. બેસવા બાબતે થયેલા ઝઘડામાં પેસેન્જર ઉપરા ઉપરી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ નાસી ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે ચાલતી તપાસમાં બે આરોપીને ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માથાકૂટ બાદ હત્યા કરી
વર્ષ 2017માં ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર રેલવેમાં બેસવા બાબતે બે પેસેન્જરો સાથે ત્રણ અજાણ્યાએ માથાકૂટ કરી હતી.જેમાં મામલો ઉગ્ર બની જતાં ચપ્પુના ઘા ઝીંકી દેતા હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં સૌ પ્રથમ ત્રણ પૈકી સુદર્શન ઉર્ફે સુધ્યા ઉર્ફે જાડા પ્રભાશંકર પાટીલને ઝડપી લેવામાં આવ્યો હતો.
વોચ ગોઠવીને ઝડપી લીધા
સુદર્શનની પૂછપરછમાં અન્ય બે મિત્રોની સંડોવણી પણ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી આરોપીઓ સુરત આવ્યા હોવાની બાતમીના આધારે લિંબાયત મહાપ્રભુનગર સર્કલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં આરોપી શ્યામ સુંદર ઉર્ફે સતિષ, ઉર્ફે કાલુ વિલાશ નિમજે તથા બીજા આરોપ મુકેશ ઉર્ફે કેરી પ્રકાશભાઈ શિરસાઠને ઝડપી પાડ્યાં હતાં.








