Video: 19 લાખની આંગડિયા લૂંટના બે આરોપી આગ્રાથી ઝડપાયા

19 લાખ રૂપિયાની આંગડિયા લૂંટના બે આરોપીઓને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યા છે. ચાર મહિના પહેલાં ગત 30 જુલાઈના રોજ સવારે 10 વાગ્યા આસપાસ સામાકાંઠે ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઝડપાયેલા બંને આરોપીઓ ખૂંખાર અને રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુપીના ગેંગસ્ટર આશમહંમદ કુરેશી અને વિજય સુરેશચંદ્રને દબોચી લીધા છે. પ્રાથમિક વિગતો મુજબ બંને આરોપીઓ સામે 30 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લૂંટની રકમ તેમજ અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત










