VIDEO: સાયલા-લીંબડી હાઇવે ઊભેલી બસ પાછળ ટ્રક ધડાકાભેર અથડાઈ, 4 લોકોની હાલત ગંભીર
સાયલા-લીંબડી હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સાયલા બાયપાસ


સાયલા-લીંબડી હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સાયલા બાયપાસ પાસે ઉભેલી એક ખાનગી લક્ઝરી બસ પાછળ પૂરપાટ ઝડપે આવતી ટ્રક ઘૂસી ગઈ હતી. અકસ્માત સમયે બસનું રીપેરીંગ કરી રહેલા ત્રણ લોકો બસ નીચે ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલા સહિત કુલ સાત લોકોને ઇજા પહોંચી છે, જેમાંથી 4ની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયા છે




