મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુત્રાપાડા-વેરાવળ રોડ પર ટ્રકે મોપેડને મારી ટક્કર, પાંચમાંથી બેના મોત અને ત્રણ ઘાયલ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત સુત્રાપાડા- વેરાવળ હાઈવે પરના હરણાસા ગામના ફાટ

સુત્રાપાડા-વેરાવળ રોડ પર ટ્રકે મોપેડને મારી ટક્કર, પાંચમાંથી બેના મોત અને ત્રણ ઘાયલ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત સુત્રાપાડા- વેરાવળ હાઈવે પરના હરણાસા ગામના ફાટક નજીક સર્જાયો હતો. બેફામ ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી હતી. મોપેડ પર સવાર લોકો ફંગોળાયા હતા.

મોપેડ પર સવાર લોકો ફંગોળાયા

મોપેડ પર એક જ પરિવારના પાંચ સભ્યો સવાર હતા, આ દુર્ઘટનામાં એક બાળકનું અને તેના પિતાનું દર્દનાક મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પરિવાર શીતળા માતાના મંદિરે દર્શનાથે જઈ રહ્યો હતો

આ પરિવાર શીતળા માતાના મંદિરે દર્શનાથે જઈ રહ્યો હતો, ત્યારે આ કાળમૂખા ટ્રકે ટક્કર મારી હતી. પોલીસે અક્સ્માતે ગુનો નોઁધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો