VIDEO: વલસાડમાં અવિરત વરસાદથી મુશ્કેલી: મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીમાં
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ આભ ફાટ્યું હોય તેમ ધ

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ આભ ફાટ્યું હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે સમગ્ર જિલ્લાના જનજીવન પર સીધી અને વ્યાપક અસર જોવા મળી રહી છે. સતત વરસી રહેલા આ મુશળધાર વરસાદના કારણે વલસાડ શહેર અને ભાગડાવાડા ગામને જોડતા મુખ્ય માર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે.મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશો અને નોકરીયાત વર્ગ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાહનવ્યવહાર ખોરવાઈ જતાં લોકો રસ્તાઓ પર અટવાયા છે




