વલસાડમાં ચોમાસાના પ્રારંભે જ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પ
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
વલસાડમાં ચોમાસાના પ્રારંભે જ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. માત્ર પ્રથમ વરસાદમાં જ વલસાડનો મોગરાવાડી વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. ખાસ કરીને મોગરાવાડી ગરનાળામાં ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સૌથી કપરી સ્થિતિ શાળાએ જતા નિર્દોષ બાળકોની થઈ છે, જેમને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. સામાન્ય વરસાદમાં જ જો ગરનાળાની આવી બદતર હાલત થતી હોય, તો આગામી ચોમાસામાં શું થશે? સ્થાનિક લોકો હવે નગરપાલિકાની નબળી કામગીરી સામે રોષે ભરાયા છે અને તંત્રના દાવાઓ પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.