VIDEO: વલસાડમાં તંત્રની પોલ ખુલી: પ્રિ-મોન્સૂન કામગીરી કાગળ પર રહેતા અંડરપાસ બંધ, લોકો મુશ્કેલીમાં
વલસાડ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદે ન

વલસાડ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોગરાવાડી અંડરપાસ બંધ થતાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો સંપર્ક તૂટ્યો છે અને લોકોને 5 કિલોમીટરનો ચકરાવો લેવો પડી રહ્યો છે.બીજી તરફ, છીપવાડ ગરનાળામાં પણ ભારે પાણી ભરાઈ જતાં આસપાસના ૪૦ જેટલા ગામોના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વાહનચાલકોને ૧૦ થી ૧૨ કિલોમીટર લાંબો ફેરો કરવો પડે છે, જ્યારે કેટલાક મુસાફરો જીવના જોખમે આ અંડરપાસ પસાર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે.




