VIDEO:નવસારીમાં મકાન તોડાતા આદિવાસી પરિવારે વૈકલ્પિક રહેઠાણની માંગ
નવસારીના પોસ્ટ વિસ્તારમાં આવેલી સહયોગ સોસાયટીમાં માર્ગઅને મકાન વિભાગની ટીમ દ્વા


નવસારીના પોસ્ટ વિસ્તારમાં આવેલી સહયોગ સોસાયટીમાં માર્ગઅને મકાન વિભાગની ટીમ દ્વારા મકાન તોડી પાડવામાં આવ્યું છે. ત્રણ દિવસ પહેલાં દબાણ યુક્ત કાર્યવાહીમાં ઘર તોડાતાં પરિવારજનો બેઘર બન્યો છે.આદિવાસી સમાજના આગેવાનો અસરગ્રસ્ત પરિવારના સભ્યોએજિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વૈકલ્પિક રહેઠાણ અને જમીન પટ્ટાની માંગ કરી છે. વનાધિકાર અધિનિયમ અને પેસા એક્ટ હેઠળ અધિકારોનું રક્ષણ કરવાની માંગ સાથે સમાજે તંત્રને ચેતવણી આપી છે કે માંગણીઓ પૂરી નહીં થાય તો હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં જવાશે.




