VIDEO : નવસારીના વાતાવરણમાં પલટો, પવન સાથે વરસાદી ઝાપટાં
નવસારી શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. શહેરના પૂર્વ વિભાગ સહિત સર્કિટ હાઉસ, ડેપો અને આસ

નવસારી શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. શહેરના પૂર્વ વિભાગ સહિત સર્કિટ હાઉસ, ડેપો અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. પવન સાથે વરસેલા ઝાપટાંને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત રહેલા લોકો માટે આ વરસાદી ઝાપટાં રાહતરૂપ બન્યા છે. વરસાદના આગમન સાથે જ લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જોકે હજુ પણ સારા અને સતત વરસાદની ખેડૂતો તેમજ શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચોમાસાની શરૂઆતના આ ઝાપટાંએ વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે.




