'હમ હમારા હક માંગતે હૈ નહીં કિસીસે ભીખ માંગતે', TRB જવાનો પોસ્ટર સાથે ઉતર્યા રસ્તા પર, સરકારનું વધ્યું ટેન્શન
અમદાવાદમાં TRB જવાનો પગાર વધારાની માંગ સાથે અચોક્કસની હડતાળ પર ઉતર્યા

અમદાવાદમાં TRB જવાનો પગાર વધારાની માંગ સાથે અચોક્કસની હડતાળ પર ઉતર્યા છે. ફરજ પર હાજર ન રહેતા શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સરકાર સમક્ષ કાયમી કરવાની માંગ રાખી છે.
TRB જવાનો પોસ્ટર સાથે ઉતર્યા રસ્તા પર
સરકાર સમક્ષ TRB જવાનોએ વર્ગ ચારના કર્મચારીનો દરજ્જો આપીને 20,000 વેતન આપવાની માંગ કરી છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો ઉગ્ર માંગ કરી હતી કે અમને ફક્ત 300 રૂપિયાનું સામાન્ય વેતન આપવામાં આવે છે. '
TRB જવાનોની મુખ્ય માંગ
PF તેમજ ESIC મેડિકલ લાભ મળે
એક વર્ષ માં બે જોડી યુનિફોર્મ તથા અન્ય સામગ્રી ઈશ્યું કરવામાં આવે
14 વર્ષ સુધી નોકરી થાય ત્યાં સુધી વર્ગ-4નો દરજજો આપવાની માંગ
દાળ 100 રૂપિયા કિલો મળતી નથી તો 300 રૂપિયામાં ઘર કઈ રીતે ચાલે?
TRB મહિલા જવાને બળાપો ઠાલવતાં કહ્યું કે દાળ 100 રૂપિયા કિલો મળતી નથી તો 300 રૂપિયામાં ઘર કઈ રીતે ચાલે? અગાઉ પણ TRB જવાનોએ પગાર વધારાની માગ કરતા અનેક કર્મચારીઓને છૂટા કરવાની ચીમકી અપાઈ હતી.






