મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓ નહીં પણ વિદ્યાર્થીઓની સવારી

રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓની મુસાફરીનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.

VIDEO: રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓ નહીં પણ વિદ્યાર્થીઓની સવારી

રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓની મુસાફરીનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાનગી એમબ્યુલન્સમાં દર્દીઓ નહીં પણ વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. સોરઠીયાવાડી સર્કલ પાસેથી આ  એમ્બયુલન્સ પસાર થઈ રહી હતી,  ત્યારે જાગૃત નાગરીકે વીડિયો ઉતાર્યો હતો. 

વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા 

આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે આ વાયરલ વીડિયોની GSTV પુષ્ટી કરતું નથી. દર્દીની જગ્યાએ વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા. તો બીજી તરફ સવાલ પણ ઉઠ્યા છે કે ટ્રસ્ટની એમ્બ્યુલેન્સમાં કોને પરવાનગી આપી હતી. 

આ સમાચાર શેર કરો