મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 4 પર ટ્રેનના કાચ તોડાયા, યુવકે અંદરથી દરવાજો બંધ કરતાં લોકો વિફર્યા

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ખાતે અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો.

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 4 પર ટ્રેનના કાચ તોડાયા, યુવકે અંદરથી દરવાજો બંધ કરતાં લોકો વિફર્યા

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ખાતે અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જેથી રેલવે પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે, આ વાત અફવા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ટ્રેનનો દરવાજો બંધ કરી અન્ય મુસાફરોને એન્ટ્રી નહિ આપતાં હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે યુવકની રેલવે પોલીસે અટક પણ કરી હતી.

આ પણ વાંચોઃ ભરુચના રાહાડપુર ગામે શોપિંગ સેન્ટરમાં આગ, પાંચથી વધુ દુકાનોને આવી ઝપેટમાં

ડબ્બામાં મચ્યો હોબાળો

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી. આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો હતો. આ સાથે જ ટ્રેન પર પથ્થર માર્યો કર્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવીને તાત્કાલિક પ્લેટફોર્મ 4 પર તાત્કાલિક પહોંચી હતી. જોકે, ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી રવાના થઈ ગઈ હતી. જથી રેલવે પોલીસે વલસાડ પોલીસને જાણ કરી હતી.

એક યુવકની અટકાયત

વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટક કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, યુવકે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા અંદરથી લોક કરી દીધા હતા. જેથી અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ કરવા ન મળતાં હોબાળો થયો હતો. આ યુવકે અશ્લીલ હરકત પણ કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી નામના યુવકની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો