Sabarkantha: કંપા નજીક આવેલા ટ્રેક પર બની કરુણ ઘટના, ટ્રેક્ટરે 6 વર્ષની બાળકીને અડફેટે લીધી
સાબરકાંઠાના ખેડબ્રહ્માના સિગ્નલ કંપા પાસે ટ્રેક્ટરની અડફેટે આવતા 6 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્માના સિગ્નલ કંપા પાસે ટ્રેક્ટરની અડફેટે આવતા 6 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે.ઘટના કંપાના નજીકથી પસાર થતી ટ્રેક પર આ કરુણ ઘટના બની છે. 6 વર્ષીય કાવ્યા મૂળ કુબાધરોલ ગામની રહેવાસી છે. કાવ્યા તેના નાના ના ઘરે ગઈ હતી.
મળતી માહિતી અનુસાર હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે ટ્રેકનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રેલવે લાઈન પર કપચી લઈ જતા ટ્રેક્ટરે બાળતીને અડફેટે લીધી. ઘટના બાદ બાળકીને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છે.



