મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાધનપુર નગરપાલિકાના વોટર વર્કસ વિભાગમાં પાણીની ટાંકીમાં પડી જવાથી કર્મચારીનું કરુણ મોત

પાટણના રાધનપુરથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે,

પાટણના રાધનપુરથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં રાધનપુર નગરપાલિકાના વોટર વર્કસ વિભાગમાં છેલ્લા આઠ વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારી કમલેશભાઈ મકવાણાનું પાણીની ટાંકીમાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ મૃતકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વર્ષોથી સેવા આપતા કર્મચારીના અકાળે અવસાનથી તેમના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો