મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લખતરમાં કેનાલમાં ન્હાવા પડેલા યુવકનું કરુણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે આવેલી ભલાળા કેનાલમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા ન્હ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે આવેલી ભલાળા કેનાલમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા ન્હાવા પડેલા ત્રણ યુવકો પૈકી એકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ન્હાતી વખતે અચાનક ત્રણેય યુવકો ડૂબવા લાગ્યા હતા, જેમાંથી બે યુવકોનો બચાવ થયો હતો જ્યારે નિશાર લાલજી નામનો યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખસેડી પોલીસે પરિવારજનોને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો