મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navratri 2024:સુરતમાં પરંપરાગત રીતે મહિલાઓએ માથે ગરબા લઇ માં આદ્યશક્તિની કરી આરાધના

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી આશીર્વાદ પાર્ક સોસાયટીમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં

Navratri 2024:સુરતમાં પરંપરાગત રીતે મહિલાઓએ માથે ગરબા લઇ માં આદ્યશક્તિની કરી આરાધના

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી આશીર્વાદ પાર્ક સોસાયટીમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આઠમના મહા નોરતે સોસાયટીની મહિલાઓએ માથે ગરબો મૂકી માં આદ્યશક્તિની આરાધના કરી હતી. 36 દીકરીઓ નવદુર્ગાના પહેરવેશમાં આવી હતી. પારંપરિક ગરબાઓ સાથે માં આદ્યશક્તિની આરાધના કરવામાં આવી રહી છે.જેમાં બહેનો ચપ્પલ પહેર્યા વગર નવે નવ દિવસ માતાજીની આરાધના કરે છે. હરિદ્વારના હર કી પૌડીમાં થતી માં ગંગાની આરતીની જ્યોત સોસાયટીમાં આવી છે. જેનાથી રોજ આરતી થાય છે.


હવે શેરીઓમાં નવે નવ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો સાથે નવરાત્રિ પર્વની ઉજવણીઓ કરવામાં આવી રહી છે. જેને પગલે સોસાયટીના રહીશો હવે બહાર ગરબે રમવા જવાને બદલે સોસાયટીના લોકો સાથે જ ગરબે ઘૂમી નવરાત્રિ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ આશીર્વાદ પાર્ક સોસાયટીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. નવે 9 દિવસ સુધી સોસાયટીના તમામ લોકોએ એક સાથે મળી માતાજીની આરાધના કરી હતી.

આઠમના મહા નોરતે સોસાયટીની મહિલાઓએ માથે ગરબો મૂકી મા આદ્યશક્તિની આરાધના કરી હતી. સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે , છેલ્લા ઘણા વર્ષોથી અમારી સોસાયટીમાં નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે. અહીં તમામ લોકો એકબીજાના પરિચિત છે જેથી કોઈપણ અગવડતા પડતી નથી. બહાર ડોમમાં કે પાર્ટી પ્લોટ માં ગરબા રમવા જાય તો ઘણી વખત મહિલાઓ અને દીકરીઓ અસુરક્ષિત અનુભવતી હોય છે જ્યારે અહીં તમામ લોકો પરિવારના છે જેથી કોઈપણ જાતની અગવડતા પડતી નથી અને સોસાયટીના યુવાનોને બહાર તહેવારની ઉજવણી કરવા ન જવું પડે તે માટે સોસાયટીમાં જ એવો માહોલ ઉભો કરવામાં આવે છે કે તેમને બહાર જવાનું મન જ ના થાય.

આશીર્વાદ પાર્ક સોસાયટીમાં નવ દિવસ નવરાત્રિ દરમિયાન રોજ રાત્રે અલગ અલગ નાસ્તાનું આયોજન કરવામાં આવે છે તો વિજયાદશમી પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે. સોસાયટીના દરેક હળીમળીને દરેક તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. સોસાયટીના યુવકો-યુવતીઓ અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ પ્રમુખના માર્ગદર્શન નીચે કરે છે.પડદા પાછળ રહીને પણ યુવાન કામ કરી રહ્યાં છે. જે ભગવાન રામ અને શિવના ઉપાસના કરતાં લોકોને વ્યસન મુક્તિનો પણ સંદેશ આપે છે.

આ સમાચાર શેર કરો