શક્તિપીઠ અંબાજી સજ્જડ બંધ, અસમાજીક તત્વો સામે વેપારીઓ લડી લેવાના મૂડમાં
શક્તિપીઠ અંબાજીમાં અસામાજિક તત્વોને લઈને અંબાજી સંપૂર્ણ બંધ પાડવામા આવ્યું છે. જ્યાં આરોગ્ય મંત્રી ઋ

શક્તિપીઠ અંબાજીમાં અસામાજિક તત્વોને લઈને અંબાજી સંપૂર્ણ બંધ પાડવામા આવ્યું છે. જ્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈ જીતુભાઈ પટેલની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં 29 જુલાઈના સાંજના રોજ અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા. જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
બે મહિનાથી ગુનામાં સતત વધારો
અંબાજીના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.મહત્ત્વનું છે કે અંબાજી શક્તિપીઠમાં છેલ્લા બે મહિનાથી પોલીસની કામગીરી સદંતર નિષ્ફળ રહી છે.
વેપારીએ આરોપ લગાવ્યો કે લુખ્ખા તત્વોનો વધ્યો છે ત્રાસ
અંબાજી આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાક અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા અંબાજીમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ વધવા પામી છે. વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને માર મારવામાં આવે છે અને મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જાય છે.






