મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Aravalli : મોડાસામાં મેશ્વો કેનાલમાં ટ્રેકટર ખાબકયું, ખેડૂત પત્નીનું મોત

Aravalli news : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટીંટોઈથી કુસ્કી રોડ પર મેશ્વો કેનાલમાં ટ્રેકટર ખ

Aravalli : મોડાસામાં મેશ્વો કેનાલમાં ટ્રેકટર ખાબકયું, ખેડૂત પત્નીનું મોત

Aravalli  news : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટીંટોઈથી કુસ્કી રોડ પર  મેશ્વો કેનાલમાં ટ્રેકટર ખાબકયું હતું. આ ઘટનામાં ટ્રેક્ટરચાલાક ખેડૂને ઈજાઓ થઇ છે, પણ સાથે રહેલ તેની પત્નીનું મોત થયું છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કુસ્કી ગામના ખેડૂત ટ્રેક્ટરમાં પશુઓ માટેનો ઘાસચારો લઈને જય રહ્યાં હતા અને સાથે તેમના પત્ની પણ હતા. ટીંટોઈથી કુસ્કી રોડ પરની મેશ્વો કેનાલ પાસે પહોંચતા ટ્રેક્ટર ચલાવનાર ખેડૂતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલઆ  ખાબકયું હતું.

આ ઘટનામાં  ટ્રેક્ટર ચલાવનાર ખેડૂતના પત્ની સંગીતાબેનનું મોત થયું છે. ઘટના અંગે ટીંટોઇ પોલીસ સ્ટેશને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો