મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં હાઈવે પર 2 અકસ્માતમાં કુલ 4ના મોત, એક ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

વડોદરામાં ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વડોદરા જિલ્લાના પાદરા જંબુસર હાઇવે પર ગવાસદ ગામ પાસે બાઈક અને ટ્રક વચ્

વડોદરામાં હાઈવે પર 2 અકસ્માતમાં કુલ 4ના મોત, એક ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

વડોદરામાં ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વડોદરા જિલ્લાના પાદરા જંબુસર હાઇવે પર ગવાસદ ગામ પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક સાથે ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. પાદરાના સાંપલા ગામના વતની અને પાટણવાડીયા પરીવારની માતા અને બે દિકરીઓના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા છે.

પાદરા જંબુસર હાઇવે પર ગવાસદ ગામ પાસે બાઈક અને ટ્રક ચાલક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત પામ્યો હતો. અને એક જ પરિવારની માતા અને બે દિકરીઓએ તેમનો જીવ ગુમાવ્યો હતો. એક જ ઘરના ત્રણ સદસ્યોનું અકસ્માતમાં કરુણ મોત નિપજતા પરિવારમાં આક્રંદ ફેલાયો છે.

આ પણ વાંચો : VIDEO: વડોદરામાં પરિવારે માનવતા દાખવી, બ્રેઈન ડેડ યુવકનું અંગદાન કરી અન્યના જીવમાં પ્રાણ પૂર્યો

જાંબુવા હાઈવે પર રોડ ક્રોસ કરતા યુવકને ટ્રકે કચડી નાખતા યુવકનું મોત

વડોદરામાં જાંબુવા પાસે હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટ્રકે કચડી નાખતા યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. સમી સાંજે ટ્રકની અડફેટે યુવકનું મોત થતા હાઈવે પર ભારે હોબાળો મચ્યો હતો. અને નારાજ રહીશોએ હાઇવે પર બેસી જઈ ચક્કાજામ કર્યો હતો.

સ્થાનિકોએ આરોપ લગાવ્યા હતા કે ખોદેલા રોડને લીધે આ ગંભીર અકસ્માત થયો અને તેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અકસ્માતને પગલે રહીશોએ ચક્કાજામ કરતા હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

આ સમાચાર શેર કરો