VIDEO: વલસાડમાં ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. શહેર ઉપરાંત આસપાસ

વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે વલસાડ સાયન્સ કોલેજ કેમ્પસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તિથલ રોડ, ભાગડાવડા, એમજી રોડ તેમજ રેલવે ગરનાળાઓ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદથી અનેક માર્ગો પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં જિલ્લામાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.




