આજે જગન્નાથજીના સોનાવેશમાં દર્શન, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Today Jagannathji darshan in golden form | ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા, બળદેવજીની નેત્રોત્સવની પૂજા વિધિ અને ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે આંખે પાટા બાંધ

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા, બળદેવજીની નેત્રોત્સવની પૂજા વિધિ અને ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવી હતી.
10 વાગ્યે સોનાવેષના દર્શન
રથયાત્રાના અગાઉના દિવસે ભગવાન સોનાવેશ ધારણ કરે છે. વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરતા હોય છે. આ પ્રસંગે સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવે છે અને યજમાનો દ્વારા પૂજા પણ કરાશે. સવારે 10 વાગ્યે સોનાવેષના દર્શન-ગજરાજ પૂજન થશે. સવારે 10.30ના મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિ-પૂજન વિધિ કરાશે. સાંજે 8 વાગ્યે મહાઆરતી થશે જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દર વર્ષની જેમ પ્રસાદ મોકલવામાં આવશે. દરમિયાન નેત્રોત્સવની વિધિ અને ધ્વજારોહણ કરાયું હતું. આ ઉપરાંત કાલી રોટી-સફેદ દાલ (દૂધપાક-માલપુઆ)નો પારંપરિક ભંડારો પણ યોજાયો હતો. આ ભંડારામાં 20 હજાર સાધુ-સંતો, ભક્તો માટે ચણા અને બટાકાનું 5 હજાર કિલોનું શાક, 10,000 લીટર દૂધપાક, 10,000 લીટર કઢી, 3,000 કિલો લોટનાં માલપુઆ, 1000 કિલો લોટની પૂરી, 1000 કિલો ભાત અને 3000 કિલો ભજીયા તૈયાર કરવામાં આવ્યા હતા.






