ગળતેશ્વરમાં અમદાવાદના ત્રણ યુવાનોના ડૂબી જતાં મોત
ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વર ખાતેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી અહીં ફરવા ગયેલા લગભગ 9 જ

ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વર ખાતેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી અહીં ફરવા ગયેલા લગભગ 9 જેટલાં મિત્રો અહીં આવેલી મહીસાગર નદીમાં નહાવા કૂદયા હતા. તે સમયે જ ડૂબી જવાને કારણે 4 મિત્રો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તેમની મદદે દોડી આવ્યા હતા પરંતુ 3 મિત્રોને બચાવી શકાયા નહોતા. તેઓ મૃત્યુ પામી ગયા જ્યારે એકને જ બચાવી શકાયો હતો.
ગળતેશ્વર ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે જાણીતું
ગળતેશ્વર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું છે. આ એક ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે જાણીતું પણ છે. અહીં મહીસાગર અને નદીના કાંઠે લગભગ 12મી સદીનું મહાદેવ મંદિર આવેલું છે જેને જોવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી લોકો આવે છે.
9 મિત્રો રવિવારનો દિવસ હોવાથી ગળતેશ્વર ફરવા પહોંચ્યા હતા
9 મિત્રો રવિવારનો દિવસ હોવાથી ગળતેશ્વર ફરવા પહોંચ્યા હતા. જેમાંથી કેટલાક મિત્રો નદીમાં નહાવા પડ્યા. આ વખતે જ કોઈ એક મિત્રો ડૂબવા લાગતાં તેના ત્રણ સાથીઓ પણ તેને બચાવવા ગયા હતા,જેના પગલે આ દુર્ઘટના સર્જાઇ હતી. જોકે સ્થાનિકોની મદદથી તેઓને બચાવવા પ્રયાસ કરાયા પણ સફળતા ન મળી. એકને બચાવી લેવાયો, બાકી ત્રણ મૃત્યુ પામી ગયા. મૃતકોમાં અમદાવાદના ખોખરા અને વટવાના યુવકો સામે હોવાની જાણકારી છે. સેવાલિયા પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.






