મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહિસાગર: સંતરામપુરના વડાતળાવ પાસે અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર, બે સગાભાઈ સહિત ત્રણના મોત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટના મહિસાગરના સંતરામપુરથી સામે આવી છે. સંતરામપુર

મહિસાગર: સંતરામપુરના વડાતળાવ પાસે અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર, બે સગાભાઈ સહિત ત્રણના મોત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટના મહિસાગરના સંતરામપુરથી સામે આવી છે. સંતરામપુરના વડાતળાવ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વડાતળાવ નજીક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી.

અકસ્માતમાં બે સગા ભાઈઓના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા

આ અકસ્માતમાં બે સગા ભાઈઓના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા  અને એક યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સંતરામપુર પોલીસ મથકે આ અંગે અકસ્માતે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આશાસ્પદ યુવાનોના મોતને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો હતો. 

આ સમાચાર શેર કરો