મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: રબર ફેક્ટરી વિસ્તારમાં બેકાબૂ કારે ત્રણને ટક્કર મારી, બે વર્ષના બાળકનું મોત

રાજ્યના ભાવનગરમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરમાં ક

ભાવનગર: રબર ફેક્ટરી વિસ્તારમાં બેકાબૂ કારે ત્રણને ટક્કર મારી, બે વર્ષના બાળકનું મોત

રાજ્યના ભાવનગરમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  ભાવનગરમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું. શહેરના રબર ફેક્ટરી વિસ્તારમાંથી ઓવર સ્પીડમાં જઈ રહેલા કારના ચાલકે સ્કૂટર ચાલક મહિલા તેમજ રોડ પરથી પસાર થઈ રહેલા શ્રમિક અને તેના પુત્રને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં બે વર્ષના બાળકનું મોત થયું હતું.

અકસ્માત સર્જીને કારચાલક સાથે ફરાર થઈ ગયો

સ્કૂટર ચાલક મહિલા અને બાળકના પિતાને ઇજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.  ઉલ્લેખનીય છે કે આ અકસ્માત સર્જીને કારચાલક સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માત સર્જીને ફરાર કાર ચાલકને દબોચવા માટે તપાસ શરૂ કરી હતી.

આ સમાચાર શેર કરો