કેશોદમાં એક જ પરિવારના ત્રણ લોકોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ, માતા-દીકરીનું મોત
કેશોદના ચર ગામમાં સામુહિક આપઘાતના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક જ પરિવારના ત્રણ સભ્યો

કેશોદના ચર ગામમાં સામુહિક આપઘાતના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીધી હતી. માતા-પુત્રીના મોત નિપજ્યા છે. જ્યારે પુત્ર સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના કેશોદના ચર ગામમાં શનિવારે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં માતાનું અને પુત્રીનું હોસ્પિટલમાં સારવાદ દરમિયાન મોત થયું છે. જ્યારે પુત્ર હાલ સારવાર હેઠળ છે.
આઠ મહિના પહેલા પુત્રના મોતના પગલે પરિવાર શોકમગ્ન રહેતો હતો. ત્યારે પતિની જાણ બહાર મહિલા અને તેના પુત્રી અને પુત્રએ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.






