મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઠાસરા તાલુકાના ધુણાદરામાં વીજ કરંટ લાગવાથી બે સગાભાઈ સહિત 3 લોકોના મોત, પરિવારમાં આક્રંદ

ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં વીજ કરંટ લાગવાથી ત્રણ વ્ય

ઠાસરા તાલુકાના ધુણાદરામાં વીજ કરંટ લાગવાથી બે સગાભાઈ સહિત 3 લોકોના મોત, પરિવારમાં આક્રંદ

ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં વીજ કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત થયા છે. એક જ પરિવારના બે સગા ભાઈ તથા એક કાકાના દીકરાનું કરંટ લાગવાથી મોત થયું છે. નાહવા ગયેલ એક વ્યક્તિ સ્વીચબોર્ડને અડકતા વીજ કરંટ લાગ્યો હતો. જે બાદ બીજા વ્યક્તિ દ્વારા તેને બચાવવા જતા તેને પણ કરંટ લાગ્યો હતો અને ત્રીજા એક વ્યક્તિ દ્વારા એ બે ને બચાવવા જતા ત્રણેવ વ્યક્તિઓને એકસાથે વીજ કરંટ લાગ્યો હતો.

આ કરંટ લાગવાની સમગ્ર ઘટનામાં ધુણાદરાના પરમારપુરાના ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. ભાનુભાઈ બુધાભાઈ પરમાર, જગદીશભાઈ ગુણવંતભાઈ પરમાર, નરેન્દ્રભાઈ ગુણવંતભાઈ પરમારે આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા. એક જ પરિવારના ત્રણ વ્યક્તિનું આકસ્મિક મોત થતા પરિવારમાં ભારે આક્રંદ છે. ત્રણેય વ્યક્તિને 108 મારફતે ડાકોર રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એક પરિવારના ત્રણે વ્યક્તિનું આ રીતે આકસ્મિક મોત થતાં પરિવારમાં અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો