મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Amreliના ધારીમાં 3 સિંહણોએ ગાયનું કર્યું મારણ, દ્રશ્યો CCTVમાં કેદ

અમરેલીના ધારીમાં ગઈકાલે મોડી રાત્રે શિકારની શોધમાં ત્રણ સિંહણો શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી લાઇબ્રેરી

તસવીર: GSTV

અમરેલીના ધારીમાં ગઈકાલે મોડી રાત્રે શિકારની શોધમાં ત્રણ સિંહણો શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી લાઇબ્રેરી પાસે પહોંચી હતી. અહીં રસ્તા પર ઉભેલી એક ગાય પર સિંહણોએ હિંસક હુમલો કરી તેનું મારણ કર્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. છેલ્લા કેટલાક સમયથી ખોરાક અને શિકારની શોધમાં સિંહોની ગામમાં ઘૂસવાની ઘટનાઓમાં વધારો થયો છે.  સિંહો ખોરાક અને શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારો સાથે શહેરો તરફ પણ આકર્ષાઈ રહ્યા છે. ત્યારે રહેણાંક વિસ્તાર અને લાઇબ્રેરી જેવી જાહેર જગ્યાએ સિંહો આવી ચડતા લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે.

આ સમાચાર શેર કરો