મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદ નજીક ત્રિપલ અકસ્માતમાં ત્રણનાં ઘટનાસ્થળે મોત; એકની હાલત ગંભીર

દાહોદ નજીક ત્રિપલ અકસ્માતમાં ત્રણનાં ઘટનાસ્થળે મોત; એકની હાલત ગંભીર
તસવીર: Google
આ સમાચાર સાંભળો

દાહોદ નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ બાયપાસ પર સતી તોરલ હોટેલ નજીક હાઈવે-47 પર ઈકો કાર, ક્રૂઝર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.

બાઈક બળીને ખાક

અકસ્માતમાં ઈકો કાર અને ક્રૂઝર વાહનને ભારે નુકસાન થયું હતું, જ્યારે બાઈક આગની લપેટમાં આવીને બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બીજી તરફ, દાહોદ ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોણ જવાબદાર છે તે સહિતની વિગતો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો