રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં ત્રણના મોત, પાંચથી વધુ લોકો ઘાયલ
રાજ્યના અલગ અલગ શહેરોમાં બે અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બન

રાજ્યના અલગ અલગ શહેરોમાં બે અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બનાસકાંઠાના ડીસા - ભોપાનગર રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પીક અપવાનચાલકે પાણીપુરીની લારીને ટક્કર મારી હતી, આ ટક્કરમાં બે યુવાનોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા.
પીકઅપ વાન ચાલકે બે યુવાનોને મારી ટક્કર
પીકઅપ વાન ચાલક ઓવરસ્પીડમાં હોવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કરીને વાન ચાલક ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ આ સ્થળ પર એક ગાયનું પણ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં દક્ષિણ પોલીસ સ્ટેશનના પી આઈ સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ઈકો કાર પલ્ટાતા મહિલાનું મોત અને પાંચ ઈજાગ્રસ્ત
જસદણ - કલોરાણા રોડ પર ઈકો કાર પલ્ટી ખાઇ જતાં એક મહીલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. કલોરાણાથી મજૂરી કામ અર્થે જતા લોકો ઈકો કારમાં સવાર હતા. કારમાં 8 લોકો સવાર હતા. દુર્ઘટના એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં અન્ય પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.






