પાટણમાં સમી હારીજ રોડ પર ટ્રિપલ અકસ્માતમાં ત્રણ ઘાયલ, એકના મોતની આશંકા
રોજબરોજ આપણે અકસ્માતના સમાચાર વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં પાટણમાં ગંભીર અકસ્માતે સ્વર

રોજબરોજ આપણે અકસ્માતના સમાચાર વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં પાટણમાં ગંભીર અકસ્માતે સ્વરુપ લીધું હતું, જેમાં પાટણના સમી હારીજ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એકના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે ત્રણ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણેય ગાડીઓના કચ્ચરઘાણ બોલાવી ગયા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર દારુ ભરેલી કાર પલટી, બોટલો લૂંટવા લોકોની પડાપડી
પાટણના સમી હારીજ રોડ પર ટ્રિપલ અકસ્માતમાં બે કાર તેમજ ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતની જાણ થતાં 108 ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે રોડ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેથી સમી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




