ACCIDENT: રાજ્યમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત
રાજ્યમાં બે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. એક અકસ્માત બગોદરા લીમડી હાઇવે પર થયો હતો અને બીજો અકસ્મ

રાજ્યમાં બે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. એક અકસ્માત બગોદરા લીમડી હાઇવે પર થયો હતો અને બીજો અકસ્માત સાયલા ચોટીલા હાઈવે પર થયો હતો. આ અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. બગોદરા લીમડી હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.
કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા
જેમાં જનશાળી ગામના પાટિયા પાસે બેફામ કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા હતા, જેમાં દંપતીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.મૃતક અમદાવાદ જિલ્લાના હડાળા ગામના વતની હતા, આ દંપતી જનશાળી ગામના પાટીયા પાસે બાઈક પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જ કાર ચાલકે ટક્કર મારી હતી. જોકે અકસ્માત સર્જીને કારમૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક
રાઠોડ મોબુંભાઈ કેહુભાઈ
કમુબેન મોબુભાઈ રાઠોડ
સાયલા ચોટીલા હાઇવે પર ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત આઈસર, ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો હતો. સાયલાના ડોળીયા આયા ગામ પાસે ગંભીર અકસ્માત થયો હતો.
મૃતક
રમેશભાઈ લાલજીભાઈ શિયાણિયા
મળતા અહેવાલ પ્રમાણે આઈસર ચાલકે અચાનક સ્ટીયરગ પરથી કાબુ ગુમાવ્યો અને ડિવાઈડર તોડીને સામેની સાઈજે જતા અન્ય બે વાહનો સાથે ટક્કર કરી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે આઈસર ચાલકનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું.








