મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: સ્વામિનારાયણ ગુરુકુલમાં ત્રિદિવસીય કાર્યક્રમ, ધર્મજીવન ભાવાંજલિ પર્વમાં સેવાકીય કાર્યોની સાથે કથામૃતના આયોજન

ગુરુકુલના સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના પૃથ્વી પર પધાર્યાના ૧૨૪ મ

Surat News: સ્વામિનારાયણ ગુરુકુલમાં ત્રિદિવસીય કાર્યક્રમ, ધર્મજીવન ભાવાંજલિ પર્વમાં સેવાકીય કાર્યોની સાથે કથામૃતના આયોજન

ગુરુકુલના સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના પૃથ્વી પર પધાર્યાના ૧૨૪ મા વર્ષે ત્રિદિવસીય ધર્મજીવન ભાવાંજલિ પર્વ મહોત્સવ  વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ઉજવવામાં આવશે. રથયાત્રાના પવિત્ર દિવસે ઉજવણીનો પ્રારંભ ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. ૨૭૫ સંતો અને ૪૦ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા મેળવી રહ્યા છે.
       
સ્વામી તા. ૨૬ના સવારે 10 કલાકે પધારતા ૧૦૮ સાફાધારી બાઈક સ્વારો સ્વાગત ચાત્રામાં જોડાયેલ. વરસાદી માહોલમાં ગુરુકુલના વિદ્યાર્થીઓએ હાથમાં છત્રી ધારી સ્વામીજીનું સ્વાગત કર્યું હતું. પ્રભુ સ્વામીએ લાલજી શ્રી હરિકૃષ્ણ મહારાજનું ચંદનથી ચરણ પૂજન તથા વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ  ગુરૂવર્ય સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીનું પુષ્પહાર પહેરાવી સ્વાગત પૂજન કર્યું હતું..
 
પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે સંતો વિદ્યાર્થીઓ અને યુવાનોએ રથને શણારેલ. રથયાત્રાના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી રથયાત્રા નીકળે છે. દેવકૃષ્ણદાસજી સ્વામી બપોરે 3-00 કલાકે શ્રી જગન્નાથજી ભગવાનની આરતી કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. તે પહેલા શ્રી ધર્મવલ્લભદાસ સ્વામી ભગવાનનું રાજોપચારથી પૂજન કરશે. દર્શનાર્થી ભાવિકોને ફણગાવેલા મગ, તથા ચણાનો પ્રસાદ અપાશે. રસ્તામાં સોસાયટીઓના દરવાજે રથયાત્રા માં બિરાજીત જગન્નાથ ભગવાનની મહિલાઓ આરતી ઉતારી પોતાનો ભક્તિભાવ અર્પણ કરશે.

રથયાત્રા વેડરોડ ગુરુકુલથી નીકળી ધર્મજીવન ચોક , અંકુર ચાર રસ્તા, લલિતા ચોકડી, કંતારેશ્વર મહાદેવ મંદિર, ધનમોરા, વાળીનાથ ચોક, સિંગણપોર ચાર રસ્તા, ડભોલી ચાર રસ્તા થઈને ગુરુકુલમાં સાંજે 7:00 વાગે પધારશે. જે સત્સંગ સભાના રૂપમાં ગોઠવાશે. 

આ સમાચાર શેર કરો