અમદાવાદમાં ત્રિદિવસીય બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટનું આયોજન, જાણો તારીખ અને વિશેષ પ્રોગ્રામની માહિતી
અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષા દ્વારા બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી

અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષા દ્વારા બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૫થી ૧૭ માર્ચ દરમિયાન 3 દિવસ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આ સમિટ યોજવામાં આવશે જેમાં ૩૦૦ બ્રાહ્મણ ઉદ્યોગકારો હાજર રહેશે.
આ પણ વાંચો : Ola-Uber યુઝરના મોબાઈલ મોડલના આધારે કિંમત નક્કી કરતી હોવાનો આક્ષેપ, સરકારે ફટકારી નોટીસ
આ સમિટમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના જે બિન અનામત વર્ગ માટેની છે તેના સેમિનાર થશે તેમજ સ્ટાર્ટ અપ સેમિનાર પણ થશે. આ સિવાય રોજગાર મેળાનું આયોજન હશે જેમાં બિન બ્રાહ્મણ ઉદ્યોગકારોને સ્થાન અપાશે જે બ્રહ્મ સમાજના યુવાનોને નોકરી આપી શકે (રોજગાર ખાલી બ્રાહ્મણ યુવાઓ ને જ મળી શકે). આ સમિટમાં તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે. આ બિઝનેસ સમિટમાં બ્રાહ્મણ અધિકારીઓ અને સમાજ માટે કામ કરનાર લોકોના સન્માન કરવામાં આવશે. તેમજ આ સમિટમાં B to B અને B to C બેઠકોનું પણ આયોજન કરાવામાં આવ્યું છે.




