VIDEO: ઘોઘલા જેટી પર આગ લાગતા ત્રણ બોટ બળીને ખાખ, આગ લાગવાનું કારણ અકબંધ
દીવમાં ઘોઘલા જેટી પર અચાનક આગ ભભૂકતા એક મોટી બોટ અને બે નાની બોટ બળ
દીવમાં ઘોઘલા જેટી પર અચાનક આગ ભભૂકતા એક મોટી બોટ અને બે નાની બોટ બળીને ખાખ થઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલ સાંઈબાબા મંદિર સામે મોઈલ જેટી આવેલી છે. જેમઆ ગત રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી જવા પામી હતી. આગની જાણ ફાયર વિભાગને કરતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં ત્રણ બોટ આગની ઝપેટમાં આવતા શ્રી ખોડિયાર (મોટી બોટ), ભવાની સાગર અને જય રાજેશ્વરી (નાની બોટ)માં મોટું નુકસાન થવા પામ્યું છે. જો કે બોટમાં આગ કાઈ કારણસર લાગ્યું તે હજુ પણ અકબંધ છે.




