મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના છાપરાભાઠામાં શશાંગિયા પરિવારની સામૂહિક આપઘાત કેસમાં ત્રણની ધરપકડ

ભરતભાઈ શશાંગિયાએ પોતાનો ફ્લેટ દલાલ મારફતે સંજય પટેલને વેચાણમાં આપી દીધો

સુરતના છાપરાભાઠામાં શશાંગિયા પરિવારની સામૂહિક આપઘાત કેસમાં ત્રણની ધરપકડ

ભરતભાઈ શશાંગિયાએ પોતાનો ફ્લેટ દલાલ મારફતે સંજય પટેલને વેચાણમાં આપી દીધો હતો. મકાનના સોદામાં ટોકન પેઠે સંજય પટેલે એક લાખ રૂપિયા આપ્યા હતા. જોકે મકાનની લોનના પાંચ હપ્તા બાકી હોવાથી સોદો કેન્સલ થયો હતો.

દલાલ રાજુ આંબલિયા મકાનનું ટોકન આપનાર સંજય પટેલ અને પુત્ર હિતેશે રૂપિયા માંગ્યા હતા. આ દરમિયાન ભરતભાઈ શશાંગિયાને દવાખાનું આવી જતા લાખ રૂપિયા દવાખાનામાં ખર્ચાઈ ગયા હતા. મકાન દલાલ રાજુ આંબલિયા તેમજ સંજય પટેલ અને હિતેશ રૂપિયા માટે ધમકી આપતા હતા. ઘરમાં ઘુસી મારવાની ધમકી આપતા ભરત ભાઈ તેના પત્ની વનીતાબેન તેમજ પુત્ર હર્ષે સામૂહિક આપઘાત કરી લીધો હતો. જે બાદ પોલીસે મકાન દલાલ રાજુ આંબલિયા, સંજય પટેલ અને પુત્ર હિતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો