મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: 'વધારે હોંશિયારી નહીં કરવાની નહીંતો'... ગરબા રમીને ઘરે પરત જતા માતા - પુત્રને શખ્સે આપી ધમકી

ગરબા રમીને ઘરે જતી મહિલા અને તેના પુત્રની સાથે ઝઘડો કરી મહિલાના કપડા ફાડી નાંખવાની ધમકી આપન

વડોદરા: 'વધારે હોંશિયારી નહીં કરવાની નહીંતો'... ગરબા રમીને ઘરે પરત જતા માતા - પુત્રને શખ્સે આપી ધમકી

ગરબા રમીને ઘરે જતી મહિલા અને તેના  પુત્રની સાથે ઝઘડો કરી મહિલાના કપડા ફાડી નાંખવાની ધમકી આપનાર આરોપી સામે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

તરસાલી વિસ્તારમાં રહેતી મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૯ મી એ મહિલા અને તેનો પુત્ર અને એક યુવક રાતે એક વાગ્યે ગરબા રમીને પરત આવતા હતા. તે સમયે આરોપી પ્રેમે મોટેથી બોલીને કહ્યું કે, તમે ક્યાં જાવ છો?

આરોપી અચાનક મહિલાની નજીક ધસી આવ્યો

આરોપીએ મહિલાનો હાથ પકડવાના ઇરાદે મહિલાની નજીક ધસી આવતા યુવકે તેને અટકાવ્યો હતો. જેથી, પ્રેમે મહિલા તથા યુવકને  ગાળો બોલી કમર પટાથી હુમલો કર્યો હતો. પ્રેમે એવી ધમકી આપી હતી કે, વધારે હોંશિયારી નહીં કરવાની, તારા કપડા ફાડી નાંખીશ. ત્યારબાદ આરોપી ઘરે જઇને ચપ્પુ લઇને હુમલો કરવા દોડી આવ્યો હતો.

આ સમાચાર શેર કરો