મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વેકેશનમાં દમણ ફરવા જતા હો તો ખાસ જુઓ, દરિયા કિનારે આ પથ 3 દિવસ માટે રહેશે બંધ

હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતીઓ માટે ફેવરિટ ડેસ્ટિનેશન પૈકીનું દમણ સૌ કોઈને આકર્ષત

વેકેશનમાં દમણ ફરવા જતા હો તો ખાસ જુઓ, દરિયા કિનારે આ પથ 3 દિવસ માટે રહેશે બંધ

હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતીઓ માટે ફેવરિટ ડેસ્ટિનેશન પૈકીનું દમણ સૌ કોઈને આકર્ષતું હોય છે. ત્યારે દમણમાં તંત્ર દ્વારા વેકેશનમાં જ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે નમો પથ અને રામસેતુ પથ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવનાર છે. જેથી અહિં જતાં પ્રવાસીઓએ તે વાતનું ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે.

આ પણ વાંચોઃસુરતનું ગાર્ડન વિભાગ ગાંધારીની ભૂમિકામાં, અઠવાલાઇન્સ વોક વે પર સ્થાનિકો દ્વારા વૃક્ષોના નિકંદનને પગલે રોષ

9થી 11 સુધી પથ બંધ

જો દમણ જવાનું પ્લાન કરી રહ્યા છો તો આ ખબર આપના માટે જ છે. દમણ દરિયા કિનારે આવેલા નમો પથ અને રામસેતુ પથ કરાયા બંધ કરી દેવામાં આવ્યાં છે. 9 તારીખ થી 11 તારીખ સુધી બંને પથ બંધ કરી દેવામાં આવ્યાં છે. સાફ સફાઈ અને સમારકામ માટે બંને પથ પર પર્યટકો અને વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

પર્યટકોમાં નિરાશા

વેકેશનના માહોલમાં જ જાણીતા સ્થળો બંધ કરાતા પર્યટકોમાં નિરાશા જોવા મળી રહી છે. આવનાર સમયમાં વીવીઆઇપી મુવમેન્ટ આ વિસ્તારમાં થવાની હોવાથી આ કાર્ય કરાય રહ્યું છે. જો કે સ્થાનિકોએ કહ્યું કે, હાલ દિવાળીના વેકેશનમાં ધંધાના સમય પર જ આ કામગીરીથી રોજગારી પર અસર પડી રહી છે.

આ સમાચાર શેર કરો