મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નરેશ પટેલ-જયેશ રાદડીયાની વચ્ચે સમાધાન માટે આ નેતા થયા સક્રિય, સૌરાષ્ટ્રના બે પાટીદાર નેતાઓ વચ્ચે ખટરાગ

સૌરાષ્ટ્રના બે પાટીદાર નેતાઓ, લેઉઆ પટેલ સમાજના આસ્થા કેન્દ્ર એવા ખોડલધામ ટ્ર

નરેશ પટેલ-જયેશ રાદડીયાની વચ્ચે સમાધાન માટે આ નેતા થયા સક્રિય, સૌરાષ્ટ્રના બે પાટીદાર નેતાઓ વચ્ચે ખટરાગ

સૌરાષ્ટ્રના બે પાટીદાર નેતાઓ, લેઉઆ પટેલ સમાજના આસ્થા કેન્દ્ર એવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પૂર્વ કેબીનેટ મંત્રી ધારાસભ્ય જયેશ રાદડીયા વચ્ચે ચાલતા મતભેદ સપાટી પર આવી ગયા છે. હવે અન્ય એક પાટીદાર નેતા અને ઇફકોના ચેરમેન દિલિપ સંઘાણીએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન બન્ને વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસો હાથ ધર્યા છે.

પાટીદાર નેતાએ જ હાથ ધર્યા પ્રયાસ

ઇફ્કોના ચેરમેન જણાવ્યું કે બન્ને નેતાઓ વચ્ચે મન દુ:ખ ભુલીને સમાજના હિતમાં બન્ને વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે અને આ અન્વયે નરેશભાઇ સાથે વાતચીત કરી છે. બન્ને સમાજના આગેવાનો છે અને સાથે રહે તે સૌના હિતમાં છે તેમ કહીને સમાધાન થઇ જવાની આશા તેમણે વ્યક્ત કરી છે.

મહત્ત્વપૂર્ણ છે કે ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડીયાની વિરૂદ્ધ ભાજપે અમદાવાદના પાટીદાર નેતાના નામનો મેન્ડેટ જારી કર્યો હતો જે ખોડલધામના નરેશ પટેલની નજીકના મનાય છે અને ત્યારથી વિવાદ વકર્યો હતો. આ પહેલા જયેશ રાદડીયાએ એવી માર્મિક ટકોર પણ કરી છે કે સમાજનું કામ કરતા હોય તેમણે સમાજની જ વાત કરવી જોઇએ અને રાજકારણમાં આવવું હોય તો ખુલ્લા મેદાનમાં આવીને ચૂંટણી લડવી જોઇએ. જ્યારે નરેશ પટેલે આજના યુગમાં રાજકારણ વગર સમાજના કામો પણ થતા નથી તેમ કહ્યું હતું.

આ સમાચાર શેર કરો