આ બાળકીએ મેળવી અનોખી સિધ્ધિ, આંખે પાટા બાંધીને વાંચી શકે છે પેપર, મેગેઝિન
જાદુગરો સામાન્ય માનવીની નજરને કેદ કરીને ચમત્કાર કરી બતાવે છે, જેને જાદુના નામથી ઓળખવામાં આવે છે. જાદુગરો પોતાન

જાદુગરો સામાન્ય માનવીની નજરને કેદ કરીને ચમત્કાર કરી બતાવે છે, જેને જાદુના નામથી ઓળખવામાં આવે છે. જાદુગરો પોતાની કળામાં એટલા માહેર હોય છે કે સામેવાળાની નજરચૂક કરીને કરતબ બતાવે છે અને સામે રહેલી વ્યક્તિઓ એ ઓળખી પણ શક્તી નથી. જાદુ શીખવા ખાસ ટ્રેનિંગ લેવામાં આવે છે. એ શીખવા પાછળ ઘણો સમય લાગતો હોય છે. ત્યારે આજે 12 વર્ષની બાળકી પોતાની એકધારી મહેનતથી અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરીને બંધ આંખે બધુ વાંચી પણ શકે છે.
આ પણ વાંચોઃસુરત સિવિલ હોસ્પિટલ બહાર રાહત, લાંબા સમયથી થયેલા દબાણો હટાવાયા
નિયમિત કરે છે અભ્યાસ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામની 12 વર્ષથી પ્રાચી વસાવાએ પ્રાણાયામ અને યોગ દ્વારા એક અનોખી સિધ્ધિ હાંસિલ કરી છે.એ આંખે પાટા બાંધી પેપર, મેગેઝિનમાંથી કડકડાટ વાંચી બતાવે છે. તેની આ અનોખી સિધ્ધિને લીધે આસપાસના વિસ્તારમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે. આ સિદ્ધિ પાછળ છે એના પિતા જેવો નિયમિત યોગ અને પ્રાણાયામ કરાવતા આવ્યા છે.
આંખે પાટા બાંધી વાંચી શકે છે
પ્રાચી નીતેશભાઈ વસાવા(ઉ.વ.૧૨)જાંબુઘોડા ગામની સ્કૂલમાં ધોરણ.૭ માં અભ્યાસ કરે છે. ત્યાં જ હોસ્ટેલમાં રહે છે.પ્રાચી નાનપણથી તેના પિતા નીતેશભાઈ સાથે મેડિટેશન અને પ્રાણાયામ કરતી આવી છે. તેના કારણે તેને આંખે પાટા બાંધવા છતાં હાથમાં આપેલ લખાણ સડસડાટ વાચવાની સિધ્ધિ મળી છે.પ્રાચી આઠેક વર્ષની હતી ત્યારથી એના પિતા નિતેશભાઈ પાસે મેડિટેશન અને પ્રાણાયામ શીખતી હતી, ત્યારબાદ હાલમાં ૨૦ દિવસથી એ આંખે પાટા બાંધી વાંચી શકે છે.
પ્રેક્ટિસ કરે છે
પ્રાચીની આ અનોખી સિધ્ધિથી ગામના લોકો સાથે પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.હજુ એ જ્યાં અભ્યાસ કરે છે તે જાંબુઘોડા શાળાના સંચાલકો કે અન્ય વિદ્યાર્થીઓને તેની આ સિધ્ધિ બાબતે જાણકારી નથી, કેમ કે પ્રાચી હાલ વેકેશનમાં તેના ગામ વાઘેથા આવી છે.અને જેના ઘરે રહી હજુ પણ એ પ્રેક્ટિસ કરી રહી છે.








